Wednesday, November 28, 2007

જિંદગીભર

અમે હસ્યા છીએ અને હસતાં જ રહીશું જિંદગીભર,
વહેતાં અશ્રુનો સમુદ્ર આંખોમાં સમાવીશું જિંદગીભર.

દુનીયાનાં ગમમાં ખોવાઈ જાઓ તમે જો ક્યાંક,
શોધજો અમને ખુશીમાં ત્યાં અમે મળીશું જિંદગીભર .

નથી બન્યા અમે કારણ આંખના આસુંનું કોઈના,
મુસ્કુરાતા ચહેરામાં જ અમે મલકાઈશું જિંદગીભર.

મળ્યા છે દર્દો જીવનમાર્ગમાં હર એક મોડ પર,
હસતાં હસતાં એને ઝેલતાં રહીશું જિંદગીભર.

માત્ર બે જ દિનની જિંદગાની છે, ડૂબી જશે મિત્રો,
છે સાચી મૈત્રી મોતથી, એને વળગાડીશું જિંદગીભર .

નીરજ

5 comments:

...* Chetu *... said...

નથી બન્યા અમે કારણ આંખના આસુંનું કોઈના,
મુસ્કુરાતા ચહેરામાં જ અમે મલકાઈશું જિંદગીભર.

ખૂબ જ સરસ ...!! અભિનંદન પ્રીતી બહેન અને નીરજ્ભાઇ...!

હું.. દિગીશા શેઠ પારેખ, said...

niraj saheb kavi bani gayaa...ever smily...evuj kavita ma pan lakhyu...

નીરજ શાહ said...

મિત્રો,
જોવા જઈએ તો પ્રીતિ એજ મને આ વિષય પર થોડું લખી મોકલેલું. એની ચર્ચા કરતાં કરતાં જ આમ લખાઈ ગયું. કોમેન્ટની સાચી હકદાર પ્રીતિ જ છે.

નીતા કોટેચા said...

નથી બન્યા અમે કારણ આંખના આસુંનું કોઈના,
મુસ્કુરાતા ચહેરામાં જ અમે મલકાઈશું જિંદગીભર.

બસ આટલુ સંભાળીયે તોય બહુ થઈ જાય.
ખુબ સરસ પ્રીતી બધી જ પંક્તિ ઓ સરસ છે.

Unknown said...

wah wah ... khub j saras Niraj... ane preetiben,aapne pan dhanyawad...aapni prerna thi koina dil no ''chhupo kavi'' jagi gayo... ane tame to aene blog per pan lavi didho...lol...khub j saras.. keep it up...
'' Nathi banya ame vedna nu kaarn koina, prerna bani koi ni kavita ma vaheta rahishu jindgibhar..'' :-)