Saturday, December 29, 2007

ગુજારે જે શિરે ...

ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સ્હેજે;
ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણી લેજે.


દુનિયાની જુઠી વાણી, વિશે જો દુ:ખ વાસે છે;
જરાયે અંતરે આનંદ, ના ઓછો થવા દેજે.


કચેરી માંહિ કાજીનો, નથી હિસાબ કોડીનો;
જગત કાજી બનીને તું, વહોરી ના પીડા લેજે.


જગતના કાચના યંત્રે, ખરી વસ્તુ નહીં ભાસ;
ન સારા કે નઠારાની, જરાએ સંગતે રહેજે.


રહેજે શાંતિ સંતોષે, સદાયે નિર્મળે ચિત્તે;
દિલે જે દુ:ખ કે આનંદ, કોઇને નહીં કહેજે.


વસે છે ક્રોધ વેરી, ચિત્તમાં તેને તજી દેજે;
ધડી જાએ ભલાઇની, મહાલક્ષ્મી ગણી લેજે.


રહે ઉન્મત્ત સ્વાનંદે, ખરૂં એ સુખ માની લે;
પિયે તો શ્રી પ્રભુના, પ્રેમનો પ્યાલો ભરી પીજે.


કટુ વાણી સુણે જો કોઇની, વાણી મીઠી કહેજે;
પરાઇ મૂર્ખતા કાજે, મુખે ના ઝેર તું લેજે.


અરે પ્રારબ્ધ તો ઘેલું, રહે છે દૂર માગે તો;
ન માગે દોડતું આવે, ન વિશ્વાસે કદી રહેજે.


અહો શું પ્રેમમાં રાચે, નહીં ત્યાં સત્ય પામે તું !
અરે તું બેવફાઇથી ચડે નિંદા તણે નેજે.


લહે છે સત્ય જે, સંસાર તેનાથી પરો રહેજે;
અરે એ કીમિયાની જો મઝા છે, તે પછી કહેજે.


વફાઇ તો નથી, આખી દુનિયામાં જરા દીઠી;
વફાદારી બતાવા ત્યાં, નહીં કોઇ પળે જાજે.


રહી નિર્મોહિ શાંતિથી, રહે એ સુખ મોટું છે;
જગત બાજીગરીના તું, બધાં છલબલ જવા દેજે.


પ્રભુના નામનાં પુષ્પો, પરોવી કાવ્યમાળા તું;
પ્રભુની પ્યારી ગ્રીવામાં, પહેરાવી પ્રિતે દેજે.


કવિ રાજા થયો શી છે, પછી પીડા તને કાંઇ?
નિજાનંદે હંમેશા બાલ, મસ્તીમાં મઝા લેજે.

- બાલશંકર કંથારિયા

Tuesday, December 25, 2007

ઘણા સમય પછી .....

ઘણા સમય પછી ત્યાં જવાનું મન થયું,
એ રસ્તા, એ ગલી, ઘરને મળવાનું થયું.

હસતા, રમતા આપણે જ્યાં હમેશાં,
એ આંગણા ને મળવાનું મન થયું.

વિતાવ્યું જ્યાં બાળપણ સાથે આપણે,
એ બાળપણ ને ફરી માણવાનું મન થયું.

જે હિંચકે ઝૂલતાં સદા આપણે,
ત્યાં ફરી ઝૂલવાનું જાણે મન થયું.

એઘર ઘરના ખૂણાઓ સાથે મને,
જાણે વાતો કરવાનું મન થયું.

પાછા વળવાનો સમય થઈ ગયો પણ ,
મને ત્યાંજ રોકાઈ જવાનું મન થયું.

જાણે સાદ દઈ બોલાવતું બધું મને,
પાછા વળી જવાનું જાણે મન થયું.

એ મીઠી યાદોને હમેશાં માટે મને,
દિલમાં કંડારી લેવાનું મન થયું .

Wednesday, December 19, 2007

દીકરી...

વિધાતાનું તું છે સુંદર સર્જન,
ભર્યો છે રંગ લાગણી કેરો તારામાં.

દીકરી બનાવી મોકલી જગમાં તને,
લક્ષ્મી કેરું ઉપનામ આપ્યું તને.

ભાર નથી કોઈ ઘરનો તું,
તું તો છે ઘર નું અમૂલ્ય રત્ન.

કેહવાય જે દાનમાં દાન મોટું,
કન્યાદાન કરવાનો અવસર આપ્યો.

લીધો જન્મ તે તો એક ઘરમાં પણ,
દિપાવશે તું તો બે ઘરના દીપ.

Monday, December 17, 2007

મંગલ મંદિર ખોલો....

મંગલ મંદિર ખોલો,
દયામય ! મંગલ મંદિર ખોલો !

જીવનવન અતિ વેગે વટાવ્યું,
દ્વાર ઊભો શિશુ ભોળો;
તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,
શિશુને ઊરમાં લ્યો, લ્યો; ... દયામય !

નામ મધુર તમ રટ્યો નિરંતર,
શિશુ સહ પ્રેમે બોલો;
દિવ્ય તૃષાતુર આવ્યો બાળક,
પ્રેમ અમીરસ ઢોળો ... દયામય !

પ્રાર્થના..

Thursday, December 13, 2007

અસ્તિત્વ....

મારા જ અસ્તિત્વને હું શોધું છું,
તારા દિલમાં મારું સ્થાન શોધું છું.

આંખોમાં વસાવ્યા છે તમને ,
તે સર્વત્ર તમને જ શોધું છું.

લીધું છે સ્થાન તમે દિલમાં આમારા,
હર દિલ ની ધડકનમાં તમને શોધું છું.

ઈચ્છું છું ખુશ રહો સદા તમે,
તમારી ખુશીંમાં મારી ખુશી શોધું છું.

દુઃખ જો હોય કોઈ તમને તો,
તમારા દુઃખમાં ભાગીદાર થવાનું સદભાગ્ય હું શોધું છું.

Wednesday, December 12, 2007

ૐ તત્સત્ ....

ૐ તત્સત્ શ્રી નારાયણ તું, પુરુષોત્તમ ગુરુ તું;

સિદ્ધ બુદ્ધ તું, સ્કન્દ વિનાયક સવિતા પાવક તું,

બ્રહ્મ મજદ તું, યહ્વ શક્તિ તું, ઇસુ પિતા પ્રભુ તું ... ૐ તત્સત્


રુદ્ર વિષ્ણુ તું, રામ-કૃષ્ણ તું, રહીમ તાઓ તું,

વાસુદેવ ગો-વિશ્વરૂપ તું, ચિદાનન્દ હરિ તું;

અદ્વિતીય તું, અકાલ નિર્ભય આત્મ-લિંગ શિવ તું ... ૐ તત્સત્



ૐ તત્સત્ શ્રી નારાયણ તું, પુરુષોત્તમ ગુરુ તું;

સિદ્ધ બુદ્ધ તું, સ્કન્દ વિનાયક સવિતા પાવક તું ... ૐ તત્સત્


પ્રાર્થના.

Tuesday, December 11, 2007

તારી યાદ....

નયનો છલકાય જાયછે જ્યારે,

આવે છે યાદ તારી.

મનમાં તોફાન ઉમટે છે જ્યારે,

આવે છે યાદ તારી.

શબ્દો હોટ્ટોથી ફરી જાય છે જ્યારે,

આવે છે યાદ તારી.

પળપળ વિતે છે મારી વેદનામાં જ્યારે,

આવે છે યાદ તારી.

ભુલવાની કોશિશતો કરી છંતા રોજ,

આવે છે યાદ તારી ..

Sunday, December 9, 2007

પ્રભુજી ! તુમ ચંદન હમ પાની...

પ્રભુજી ! તુમ ચંદન હમ પાની,
જાકી અંગ અંગ બાસ સમાની ... પ્રભુજી !

પ્રભુજી, તુમ ઘન બન હમ મોરા,
જૈસે ચિતવત ચંદ્ર ચકોરા ... પ્રભુજી !

પ્રભુજી, તુમ દીપક હમ બાતી,
જાકી જોતિ બરૈ દિન રાતી ... પ્રભુજી !

પ્રભુજ, તુમ મોતી હમ ધાગા,
જૈસે સોનહિં મિલત સુહાગા ... પ્રભુજી !

પ્રભુજી, તુમ સ્વામી હમ દાસા,
ઐસી ભક્તિ કરે રૈદાસા ... પ્રભુજી !

પ્રાર્થના.

Friday, December 7, 2007

ઘર,પરિવાર..

આપણે ઘર કોને કહીશું? ઘર એટલે રેતી,સિમેન્ટ અને ઈંટથી બનેલું મકાન? ના ઘર એક પરિવારથી ,પરિવારના સભ્યોથી બને છે. રેતી, સિમેન્ટ, ઈંટથી બનેલું એક મકાન હોય પણ એને ઘર પરિવારના સભ્યો બનાવે છે.

કેહવાય છે ને ધરતીનો છેડો એટલે ઘર. સાચું જ છે ને આપણે દુનિયામાં ગમે ત્યાં જઈએ પણ ઘર જેવી સુખ-શાંતિ બીજે ક્યાંય નથી મળતી ખરું ને , ભલે ઘર નાનું હોય કે મોટું પણ એ ઘર આપણું છે અને એમાં આપણાં સ્વજનો રહે છે, એ મહત્વનું છે . આપણે જોઈએ તો પહેલાંનાં જમાનામાં પરિવારનાં બધા સભ્યો એકસાથે એક જ હસીખુશી ઘરમાં રેહતા.પરિવારના બધા સભ્યો એકબીજા સાથે જોડાયેલા રેહતા તેથી પરિવારના એક સભ્ય પર આવતી તકલીફ, કે દુઃખ એ પરિવારના બધાં સભ્યોની તકલીફ કે દુઃખ બની રેહતું, એટલે તકલીફ , કે દુઃખ ક્યાંદૂર થઈ જતા એની ખબર પણ નહી પડતી.પરિવારનાબધાં સભ્યો સાથે રેહતા બાળકો પણ ક્યાંય મોટા થઈ જતા ખબર પણ નહીં પડતી, અને બાળકોને પણ દાદા-દાદી , કાકા-કાકી બધા સાથે રેહવાની મઝા આવતી. ધીરેધીરે આ પરંપરા ભૂલાતી જાય છે, હવે આપણે જોઈએ તો વિભક્ત કુટુંબોની સંખ્યા વધતી જાય છે.કોઈ પરિવાર કામકાજના લીધેતો કોઈ પરિવારમાં સભ્યોને એકબીજા સાથે મનમેળ નહી હોવાથી અલગ રહે છે, પોતાનું અલગ ઘર, અલગ દુનિયા વસાવી લે છે.આપણે જોઈએ તો અમુક ઘરોમાં તો મા-બાપ અને છોકરા-વહુ આજુબાજુ કે ઉપર નીચે અલગ અલગ રહેતાં હોય છે, કારણ કોઈને કોઈની સાથે મનમેળ નથી બેસતો અને પરિવારો તુટતા જાય છે.ખબર નહી પણ આવું આજકાલ વધું બનતું થઈ ગયું છે, કેમ કોઈ કોઈને નથી સમજી શકતું . જ્યારે ધડપણમાં મા-બાપને સ્નેહ, હુંફ , કાળજીની જરૂર હોય ત્યારે જ એમને એકલા મૂકીને આમ જતા કોઈ કેમ વિચારતું નથી જે મા-બાપે કેટલી આશા, અરમાનો સાથે પરિવાર જોડ્યો હોઈ છે , અને આ પરિવારને તૂટતાં જોઈ એમનો કેટલો જીવ બળતો હશે, કેમ કોઈ આ બધું નથી જોતું . આ બધામાં સૌથી ખરાબ દશા નાનાં બાળકોની થાય છે, આ બાળકો બધાના પ્રેમથી વંચિત રહી જાય છે , એવું નથીકે એકલા રેહતા મા-બાપ બાળકોને સારા સંસ્કાર નથી આપી શકતા પણ જે હુંફ , પ્રેમ , સંસ્કાર, માર્ગદર્શન વડિલો પાસેથી મળી શકે છે તેનાથી તો આ બાળકો વચિંત જ રહી જવાના ને તેમાં જે જગ્યાએ મા-બાપ બંને નોકરીયાત હોય ત્યાં તો બાળકોનું ધ્યાન રાખવા વાળું પણ કોઈ હોતું નથી. જયારે એમને સૌથી વધારે પ્રેમ ,કાળજીની જરૂર હોય છે ત્યારે જ એમની પાસે કોઈ નથી હોતું આ બધી વાતો વિચાર કરવા જેવી છે કે નહી.

આમ પરિવારને એક રખવાની જવાબદારી પરિવારના બધા સભ્યો ની છે.મે ક્યાંક વાંચ્યુ હતું જે આ પ્રમાણે છે..." જેમ શરીરને સ્વસ્થ રખવાદરેક અંગ ઉપાંગોને એકબીજાના સહકારમાંરહેવું પડે છે તેમ પરિવારને , ઘરને એક રાખવા પરિવારના દરેક સભ્યોએ સહકારવૃત્તિ અને સમાધાનવૃત્તિ કેળવવી જ પડે. બીજાપર આવી જતી તલીફોમાં સહકારવૃત્તિ અને પોતાના પર આવી જતી સમાધાનવૃત્તિ તકલીફોમાં ! જ્યાં આ બે વ્રુતિ નથી ત્યાં કદાચ એમના (નિવાસસ્થાન ભલે ધર કેહવાતું હશે પણ ઈંટ ચૂનાનાં મકાન સિવાય બીજું કોઈ નામ આપી શકાય નહી.

Monday, December 3, 2007

વાતો વાતોમાં બધું ખોયું..

વાતો વાતોમાં બધું ખોયું આ જીવન મોઘું.

પગ આપ્યા છે તને હરિમંદિર જવા.
ફળિયા ફરવામાં બધું ખોયું

હાથ આપ્યા છે તને દાન પુણ્ય કરવા.
સંગ્રહ કરવામાં બધું ખોયું.

કાન આપ્યા છે તને હરિભજન સુણવા.
બિન જરૂરી સુણી બધું ખોયું

આંખ આપી છે તને હરિદર્શન કરવા.
સિનેમાં જોવામાં ભધું ખોયું.

મોઢું આપ્યું છે તને હરિગુણ ગાવા.
પારકી પંચાયતમાં બધું ખોયું.

મોંઘો માનવદેહ મળ્યો છે ભવસાગર તરવા.
કુથલી કરવાંમાં બધું ખોયું.

પૈસા મળ્યા છે તને ધર્માદા કરવા.
બેંકો માં વ્યાજ માટે મુકી બધું ખોયું.

આ જીવન મોઘું ,વાતો વાતો માં બધું ખોયું.

પુષ્ટિ સાર માંથી..