Wednesday, November 28, 2007

જિંદગીભર

અમે હસ્યા છીએ અને હસતાં જ રહીશું જિંદગીભર,
વહેતાં અશ્રુનો સમુદ્ર આંખોમાં સમાવીશું જિંદગીભર.

દુનીયાનાં ગમમાં ખોવાઈ જાઓ તમે જો ક્યાંક,
શોધજો અમને ખુશીમાં ત્યાં અમે મળીશું જિંદગીભર .

નથી બન્યા અમે કારણ આંખના આસુંનું કોઈના,
મુસ્કુરાતા ચહેરામાં જ અમે મલકાઈશું જિંદગીભર.

મળ્યા છે દર્દો જીવનમાર્ગમાં હર એક મોડ પર,
હસતાં હસતાં એને ઝેલતાં રહીશું જિંદગીભર.

માત્ર બે જ દિનની જિંદગાની છે, ડૂબી જશે મિત્રો,
છે સાચી મૈત્રી મોતથી, એને વળગાડીશું જિંદગીભર .

નીરજ

સંબંધ.

મને હમેશાં સંબંધ વિશે લખવાનું મન થતું હતું , કારણકે આપણે બધા એકબીજા સાથે કોઈ ને કોઈ સંબધથી જોડાયેલા છીએ. અને કોઈ પણ સંબંધ વગર તો જીવી જ નહીં શકાય.દરેક જગ્યા એ આપણે એક અલગ સંબધ સાથે જીવીએ છે, એકજ વ્યક્તિ દરેક સાથે અલગ સંબંધ ધરાવે છે. ઘણી વખત વિચાર આવે છે આપણે કેટલા સંબંધ ધરાવીએ છે, અને સાચુંજ કેહવાય છે કે સંબંધ જોડતા આપણે કેટલો સમય પસાર કરીએ છે પણ તોડતા એક પળનો પણ સમય નથી લાગતો. દરેક સંબંધને નિભાવવા માટે ત્યાગ અને પ્રેમની ભાવના હોયતો જ આપણે સંબંધ નિભાવી શકીએ છે,માબાપનો પોતાના બાળકો સાથે નો સંબધ, ભાઈ બહેનનો સંબધ, પતિપત્નીનો સંબંધ આવા કેટલા સંબંધ આપણે ધરાવીએ છીએ. આપણે જોઈતો દરેક સંબંધમાં બીજા માટે કંઈ કરવાની કે બીજાને આપવાની ભાવના જોઈએ તો જ સંબંધ નિભાવાય છે,જ્યાં સ્વાર્થ હોય ત્યાં કોઈ પણસંબંધ નથી ટકી શકતો . દરેક માબાપને જોઈએ તો પોતના બાળકો માટે કેટલું કરે છે, કેટલો ત્યાગ કરે છે. પણ કોઈ દિવસ એની કિંમત નથી માગતાં.એમ ને તો હમેશાં પોતાના બાળકોને દુનિયાની દરેક ખુશી આપવી હોય છે, પોતાના માટે કંઈ નહીં કરે પણ બાળકો માટે બધું જ કરે છે.પતિપત્નીમાં પણ એવું જ હોય છે, બંને એક બીજા માટે કઈ પણ કરવા તૈયાર હોય છે.કારણ આપણે જેને પ્રેમ કરતા એ એને દુઃખી નથી જોઈ શકતા. માટે હમેશાં બીજાની ખુશી વિચારી એ છે.ભાઈ બહેન માં પણ આવો જ પ્રેમ અને ત્યાગ હોય છે. આપણે હમેશાં જોયું છે કે આપણે કોઈ ડૉકટર પાસે દવા લેવા જઈએ તો જો ડૉકટર પ્રેમથી બે વાત પણ કરે તો આપણને સારું લાગે છે, એટલે ત્યાં પણ જો સારવાર પ્રેમથી કરવામાં આવેતો જલદી સારું થય જાય છે. ઘણી વખત કોઈ અજાણ્યા વ્યક્તિને પણ મળશું તો આપણને એના પ્રત્યે લાગણી થઈ જાઈ છે, કેમ ખબરછે આ આપણામાં રહેલી માણસાઈજ તો છે આને માણસાઈ નો સંબંધ જ કહેવાય. અને મિત્રતાનો સંબંધતો કંઈ અલગ જ છે,કોઈને મિત્ર જ નહી હોય એવું તમે સાંભળ્યું છે,નહી ને કારણ મિત્રો રાખવા બધાને ગમતું કોઈ છે. કોણ ક્યારે કયાં મિત્ર બની જાય છે ખબરજ નથી પડતી અને મિત્રતા માં તમે જોશો તો પ્રેમ અને ત્યાગની ભાવના જ હોઈ છે. અહીં મિત્રતાની વાત આવી તો મને એક વાત યાદ આવી ગઈ કૃષ્ણ અને સુદામા ની મિત્રતા યાદ આવી ગઈ. કેટલો પ્રેમ હતો બંને ને એક બીજા માટે આમ દરેક સંબંધ માં પ્રેમ, ત્યાગ અને સમજદારી હોઈ તો કોઈ તકલીફ જ નહી રહે. એમાં કોઈ હિસાબ નથી કરવા હોતો કે કોણે શું આપ્યું ને કોણે શું લીધું, કારણ દરેકને જીવવા માટે કોઈ ને કોઈ સંબધની જરૂર તો પડે જ છે કોઈ એકલું થોડું જીવી શકે છે? આમ પ્રેમ , ત્યાગ અને થોડી સમજદારી રાખીએ તો કોઈ પણ સંબંધ સહેલાયથી નિભાવી શકાય છે.

Thursday, November 22, 2007

દુનિયા નો નિયમ..

ઉભા રહેશો કોઈ ની માટે તમે,

તો ઉભું રહેશે કોઈ તમારી માટે.

કંઈ કરશો બીજા ના માટે ,

તો કોઈ કરશે તમારા માટે.

ચિંતા કરશો તમે કોઈ ની ,

તો ચિંતા કરશે કોઈ તમારી.

દુનિયા નો આજ તો નિયમ છે.

Friday, November 16, 2007

બનું જો....

બનું જો ફુલ હું તો આપુ સુવાસ .

બનું જો પંખી હું ઉડું ખુલ્લા આકાશ માં.

બનું જો કંટક હું તો રક્ષણ કરું ફુલો નું.

બનું જો ઝાડ હું તો આપું છાંયો .

બનું જો પત્થર હું તો નડું નહી કોઇ ને.

બનું જો નદી હું તો ખળખળ વહ્યા કરું .

Wednesday, November 14, 2007

મા- બાપ

હમણાંના રોજ આપાણે પેપર મા વાંચી એ છીએ અને સાંભળી એ પણ છીએ કે આ છોકરા એ મા બાપ ને કાઢી મૂક્યાકે આ છોકરા એ મા બાપ ને માર્યુ. આવુ કઈ ને કઈ સાંભળી એ છીએ અને જોઈએ છીએ જ્યારે પણ આ બધુ જોવ છુ કે સાંભળુ છુ ત્યારે એમ થાય કે આવુ કોઇ કેવી રીતે કરી શકે. જે મા બાપે આપણ ને મોટા કર્યા તેમ ની સાથે જ આપણે આવુ કેવી રીતે કરી શકિએ, કેટલી તકલીફો સહન કરી હશે એમણે , એ બધા ની કોઇ કિંમત જ નથી.જીવ બળે છે આવુ બધું જોઇ ને.મને એક ઘટનાં યાદ આવી ગઈ એક વૃધ્ધાશ્રમ મા જવાનુ થયુ હતુ.ત્યા એક વડીલ સાથે વાત થઈ તો તેઓ એ કહ્યુમારો દીકરો અને વહુ મુંબઈ ની બહુ મોટી હોસ્પિટ્લ મા બહુ મોટા ડૉ . છે .પણ જુઓ મારે અહિયાં માંદી હોઉ તો બીજા ડૉ . નો આશરો લેવો પડે.શું કામ ના આવા છોકરાઓ ?
આજે બધા પ્રગતિ કરે છે પણ માબાપ ની સેવા એ બધુ કોણ યાદ રાખે છે,પોતે મોટા થયા કમાતા થયા , પરણી ગયા તો શું મા બાપ ની જરૂર જ નથી પણ કોણ સમજાવે આ લોકો ને કે મા બાપ બીજા નથી માળતા. હમણા જ મારી એક બહેનપણી સાથે વાત થઇ તો જાણવા મળ્યુ એમની બાજુ મા રેહે છૅ એમ ને ત્યા છોકરા એ મા ને મારી ને કાઢી મૂક્યા આ સાંભળી ને દુ:ખ થયુ કે જે માબાપ નો પોતાના છાકરા ઓ ને મારતા જીવ કપાય જાય તે છોકરા આ જ માબાપ ને મારતા થઇ ગયા છે.કેવુ છે આ બાધુ જોઇ ને દુખ થાય છે. એવુ નથી કે બધા આવા જ હોય છે, પણ ધણા હોઇ છે એની ના પણ નહી.કયારે સમજશે મા બાપ ની કિંમત.........એટલે જ કહે છે ને મા બાપ ને ભૂલશો નહી ,અગણિત ઉપકાર છે એ વિસર શો નહી.

મન..

કેહવાય છે, 'મન નો અભિગમ બદલવાથી તમારી આખી જિંદગી જ બદલાય જશે।'આ વાક્ય વિલિયમ જેમ્સે કહ્યું છે.અને કેટલું સાચું છે, ખરેખર માણસ ની આખી જીદંગી નો આધાર એના વિચારો પર જ રહેલો છે.સફળતા, નિષ્ફળતા આ આપણુ મન જ નક્કી કરે છે. જેવુ આપણું મન એવા વિચારો અને એવું જ આપણું વર્તન. અને આપણા વિચારો જ આપણું પ્રતિબિંબ છે, તેનાથી માનવી ની ઓળખ નક્કિ થાય છે.કારણ આપણા મન ની વાત આપણો ચેહરો સ્વયં કહી આપશે. એટલે જ મન અને વિચાર એક બીજા થી જોડાયેલાં છે.જેવું મન એવા વિચારો અને જેવા વિચારો એવું મન.આપણું મન જ મજબૂત નહી હોય તો આપણા વિચારો પણ મજબુત નહી બને, અને આપણે જિંદગી મા કોઈ દિવસ આગળ નહી વધી શકીએ . તેથી જ આપણે આપણું મન મજબુત બનાવવું જરૂરી છે. આપણે અમુક લોકો ને જોઈએ તો એ લોકો મન થી જ એટલા નબળા હોય છે કે એ લોકો જિંદગી ની મઝા માણી નથી શકતા અને રોજ મરતા મરતા જીવતા હોઇ એવું લાગે છે.તમે સાંભળ્યું જ હસે ...'મન થી હોર્યા હાર છે, મનથી જીત્યા જીત' એટલે જો તમે મન થી મજબુત હશો તો જ તમે જીદંગી ની લડાઈ જીતી શકશો,નહી તો હાર નક્કિ છે.

મન મારું..

શોધું છું હું તને ઓ,

મન મારું.

ક્યાં ખોવાઈ ગયું તું,

આ ભીડ માં.

દૂર નજર કરી છતાં,

નથી દેખાતું તું.

આદુનિયાદારી નિભાવતા,

તું જ ભુલાઈ ગયુ .

રોજ રાત પડે દિવસ ઉગે,

શોધું છું તને.

ઓ મન મારું ક્યાં છે તું.

દીકરી ની વિદાય..

આપણે દીકરી ને લક્ષ્મી ગણીએ છીએ ,કોઈ ના ઘરે દીકરી આવે તો આપણે કહીએ છીએ લક્ષ્મી આવી પણ એને ખરેખર ગણતા નથી.આજે પણ ઘણા પરીવાર માં દિકરી ને ભાર જ સમજવા માં આવે છે. એને આ દુનિયા માં આવતા પેહલા જ મારી નખાય છે.આ તે કેવી દુનિયા કે એક બાજુ દિકરી ને લક્ષ્મી ગણવા માં આવે છે, તો બીજી બાજું એને ભારરૂપ માને છે.પણ હું તો માનું છું દીકરી એ ભગવાન નું એક સુંદર સર્જન છે.એટલે જ કેહવાય છે,દિકરી એટલે વ્હાલનો દરીયો અને દીકરી ની વિદાય એટલે કાળજું કંપાવી દે, જે દીકરી ને જન્મ આપ્યો જેને હસતા ,રમતા જોઈ, આંખો સામે મોટી થતા જોઈ કેમ કરી એને વિદાય અપાય.જેનું પ્રથમ વાર મુખ જોઈ જાણે લાગે પ્રતિબિંબ જ આપણું છે,પળ પળ મોટી થતા જોઈ હરખાય મન આપણું.એના બાળપણ માં દેખાય આપણું બાળપણ,કેવા મઝા ના દિવસો હોય છે બાળપણ ના, કેવી માસુમ મસ્તી, તોફાન,બધું જ કેટલું સરસ હોય છે.જ્યારે હું મારી દીકરી ને રમતા ,તોફાન કરતા જોઉં છું ત્યારે મને લાગે છે મારું જ બાળપણ મારી સામે છે. અને મને ઘણી ખુશી થાય છે.એની કાલી કાલી વાતો, હસવું, બધું જ કેવું સરસ લાગે છે. પણ જ્યારે દિકરી રડે છે ત્યારે મા બાપ નો જીવ કપાઈ જાય છે.આમ ને આમ દીકરી ઓ મોટી થઈ જાય છે,કેહવાય છે દીકરીઓ ને મોટી થતા વાર નથી લાગતી અને આ સાચું છે.ક્યારે એ સ્કૂલ જવા લાગે છે તો કયારે એનું ભણવાનું પૂરું થઈ જાય છે એ ખબર જ નથી પડતી. એમ થાય છે કે હમણા તો હજી ધોડિયા માં સુતી હતી ને ક્યારે મોટી થઈ ગઈ ખબર નહી પડી.મા બાપ ને એની સાથે ની દરેક પળ ખુશી માં વીતાવી હોય છે,કાલે એને સાસરે જવાનું છે પછી આપણી સાથે એ રહી શકશે કે નહી. મા બાપ ને હમેશાં આ ઘડી ની ચિંતા થાતી હોઇ છે. એમને ખરેખર આ ઘડી એ ખુશ થવું કે દુઃખી થવું એ પણ નક્કી નથી કરી શકતા, એમના માટે દીકરી ના લગ્ન નો પ્રસંગ ખુશી નો તો છે જ પણ વિદાય ની વેળા થી હમેશાં મન ગભરાતું હોય છે. એમના માટે એ સ્વીકારવું અઘરું છે કે હવે એમની લાડલી આ ઘર માં નહી રહે.એના વગર એમનું ઘર સૂનું સૂનું થઈ જશે,જેને હમેશાં સાદ પાડી બોલવતા હવે કોને બોલાવશે.જેના હસવું , બોલવું રાત દિવસ સંભળાતું તે હવે થી કયાં થી સંભાળશે.જેના થી જ જીવન જોડાયલું છે એ જીવન હવે જીવવું અઘરું લાગશે.આમ દરેક વાતે એની યાદ સતાવશે.મા બાપ ને એમની દીકરીને પરણાવવા નો ઉત્સાહ પણ એટલો જ હોય છે અને સાથે પોતાની વાહલી દીકરીને વળાવવા નું દુઃખ પણ હોય છે.ખરેખરે દીકરી ની વિદાય વસમી હોઈ છે..

Tuesday, November 13, 2007

આઘાત

અહીંયાં હું જયાર થી રેહવા આવી ત્યાર થી અમારા બાજુ ના ફલેટ માં એક પરીવાર ને જોતી હતી. એમને ત્યાં ચાર જણ હતા, અંકલ, આન્ટી અને એમની બે દિકરી ઓ એમ ચાર જણ હતા.ત્યારે એમનીદીકરીઓ ની ઉંમર લગભગ ૧૪ અને ૧૬ વર્ષ હતી, આજે પણ એ પરિવાર અહી જ રહે છે ફકત એમાં એક સભ્ય નથી, એ આન્ટી . શરૂઆત માં હું જોતી તો એ પરિવાર કોઈ ની સાથે ભળતું નહી,એમના ઘરે પણ કોઈ ની ખાસ અવર જવર દેખાતી નહી મને જોઈ ને નવાઈ લાગતી કે આમ કેમ,પણ આ વિશે કોઈ ને ખાસ કઈ ખબર ન હતી. હમેશાં બધા એમ જ કેહતા આ પરિવાર બધા થી અલગ જ છે,કોઈ તેહવાર હોઈ કે કંઈ પણ હોય એ પરિવાર કોઈ સાથે ભળતું જ નહી.મને બહુ નવાઈ લાગતી ,એ અંકલ એમની દિકરી ઓ ની બેનપણી ઓ ને પણ ઘરે આવવા ની રજા આપે નહી કોઈ સાથે કોઈ વ્યવહાર જ રાખે નહી , હું પણ આ બધું જોયા કરતી અને વિચારતી કે આવું કેમ કરે છે.પછી ખબર પડી કે એમની પત્ની બીમાર રહે છે થોડા થોડા દિવસે એમને હોસ્પિટલ માં દાખલ કરવા પડે છે,કોઈ ને ખબર નહતી કે એમને શું બીમારી હતી , આ સમયે પણ એમને કોઇ મળવા આવે તે એમને ગમતું નહી.અને એ લોકો ને કંઈ કહેતા પણ નહી આમ જ બધું લગભગ બે વર્ષ સુધી ચાલ્યું,પછી જ્યારે વધારે તબિયત ખરાબ થઈ ત્યારે એમને એક મહિના માટે હોસ્પિટલ માં દાખલ કર્યા,ત્યારે ખબર પડી કે એમને "કેન્સર" ની બીમારી છે.આ સાંભળી ને બહું આંચકો લાગ્યો એમની ઉંમર કંઈ વધારે ન હતી, મને તો જાત જાત ના વિચારો આવવા લાગ્યા કે હવે શું થશે ?પછી જાણવા મળ્યું કે એ અંકલે એમની પત્ની ને કહ્યુ જ ન હતું કે એમને કઈ છે અને એટલે જ એ કોઈ ને મળવા દેતા નહી ,એમને બીક હતી કોઈ એમને કહી દેશે તો કારણ માણસ બીમારી નું નામ સાંભળી ને જ અડધો મરવા પેહલા જ મરી જાય છે તેથી એ આવું કરતા.મને થયું એમને કેટલી ચિંતા છે એમની પત્ની ની પણ એમને ખબર પડી જ ગઈ કે એમને કેન્સર છે, એમની દિકરી ઓ નાની હતી એટલે એની જ રાતદિવસ એમને ચિંતા થતી રહેતી કે મારા ગયા પછી એમનું કોણ આ જ ચિંતા એમને છેલ્લે સુધી રહી.દરેક ને પોતાના બાળકો ની, પરિવાર ની ચિંતા તો થાઈ એ સ્વાભાવિક છે એમા એક સ્ત્રી ની તો જિંદગીજ એનું પરિવાર હોય છે મને તો આ બધું સાંભળી ને ,જોઈ ને આંખ માં પાણી આવી જતું કે હવે શું થશે ભલે એ આપણા કોઈ સ્વજન નથી પણ આપણી સામે રહેતા હોઈ ,જેને રોજ જોઈએ એના પ્રત્યે પણ લાગણી થી બંધાઈ જવાય છે .હવે ડૉકટરે કહી દિધું હતું કે અઠવાડિયા થી વધારે સમય નહી કાઢે આ સાંભળી ને પણ અંકલ અને એમની દિકરી ઓ આન્ટી સામે હમેશાં હસતા જ રેહતા જાણે કઈ થયું નથી, કેટલું અઘરું છે ને આ રીતે જીવવું ,એક દિવસ સવાર માં જ સમાચાર મળયા કે આન્ટી હવે નથી રહ્યા.હું તો આ બધું જોઇ જ નહી શકી મારા આંસું જ રોકાતા ન હતા, અંકલ ,દિકરી ઓ તો જાણે સૂનમૂન થઈ ગયા બધા ને ખબર તો હતી કે એક દિવસ આ થવાનું જ છે પણ એ વાત નો સ્વીકાર કરી શકતા નથી. મને આ બધું જોઈ ને બહું આઘાત લાગ્યો કે ભગવાને આમ કેમ કર્યું એને આ માસુમ બાળકી ઓ નો પણ વિચાર નહી આવ્યો હોય આ કેવો ન્યાય એનો સમજાતુ નથી આવું કેમ કર્યુ હશે,આ દિકરી ઓ ને માં વગર ની કરી દિધી શું વાંક હતો .કારણ માં તો એક ગુરુ, બેનપણી જે ગણો તે બધું માં છે માં ની ખોટ કોઈ પુરી કરી શકે નહી.આજે પણ જ્યારે આ પરિવાર ને જોઉં છું ત્યારે મને બહું દુઃખ થાઈ છે પણ આપણે શું કરી શકીએ,ભગવાન ની મરજી આગળ કોઈ નું કંઈ ચાલતું નથી.કાયમ હું ભગવાન ને એ જ પ્રાર્થના કરુ કે કોઈ બાળકો પાસે થી એમના માં બાપ નો આશરો નહી લઈ લેતા.

Friday, November 2, 2007

મારું ઘર..

સ્વપન મારું એક એવા ઘર નું,

જે હશે મારા પ્રેમ ની ઈમારત

ઈંટ પેહલી મુકિશ મારા પ્રીત ની,

લાગણીથીકરીશ એનું ચણતર.

એ ઘર મારું હશે...

જ્યાં સ્વાગત કરતી મધુમાલતી ,

મધુંર મુસ્કુરતાંદરવાજા ઘર ના ,

સ્વપન મારું એક એવા ઘર નું,

જ્યાં હશે અવાજ મારી ધડકન નો.

થશે રણકાર મારી પાયલ નો,

એ ઘર મારું હશે...

જ્યાં રોજ મળશે સુર મીલન ના,

સાથે મળી રચીશું પ્રેમગીત નું સંગીત.

સ્વપન મારું એક એવા ઘર નું,

જયાં હશે હિંડોળા મારા હેત ના.

ઝુલીશું રોજ અમે સાજન સજની,

એ ઘર મારું હશે.....

કેહવું છે..

કેહવું છે ઘણું છંતા,

કહી શકતી નથી.

મન ના આ શબ્દો ને,

વાચા આપી શકતી નથી.

આ દુઃખ હવે ,

સહી શકતી નથી.

મન ના આસું મન માં,

હવે પી શકતી થી.

કેવી રીતે કહું અને શું,

કહું સમજી શકતી નથી.