Wednesday, November 14, 2007

દીકરી ની વિદાય..

આપણે દીકરી ને લક્ષ્મી ગણીએ છીએ ,કોઈ ના ઘરે દીકરી આવે તો આપણે કહીએ છીએ લક્ષ્મી આવી પણ એને ખરેખર ગણતા નથી.આજે પણ ઘણા પરીવાર માં દિકરી ને ભાર જ સમજવા માં આવે છે. એને આ દુનિયા માં આવતા પેહલા જ મારી નખાય છે.આ તે કેવી દુનિયા કે એક બાજુ દિકરી ને લક્ષ્મી ગણવા માં આવે છે, તો બીજી બાજું એને ભારરૂપ માને છે.પણ હું તો માનું છું દીકરી એ ભગવાન નું એક સુંદર સર્જન છે.એટલે જ કેહવાય છે,દિકરી એટલે વ્હાલનો દરીયો અને દીકરી ની વિદાય એટલે કાળજું કંપાવી દે, જે દીકરી ને જન્મ આપ્યો જેને હસતા ,રમતા જોઈ, આંખો સામે મોટી થતા જોઈ કેમ કરી એને વિદાય અપાય.જેનું પ્રથમ વાર મુખ જોઈ જાણે લાગે પ્રતિબિંબ જ આપણું છે,પળ પળ મોટી થતા જોઈ હરખાય મન આપણું.એના બાળપણ માં દેખાય આપણું બાળપણ,કેવા મઝા ના દિવસો હોય છે બાળપણ ના, કેવી માસુમ મસ્તી, તોફાન,બધું જ કેટલું સરસ હોય છે.જ્યારે હું મારી દીકરી ને રમતા ,તોફાન કરતા જોઉં છું ત્યારે મને લાગે છે મારું જ બાળપણ મારી સામે છે. અને મને ઘણી ખુશી થાય છે.એની કાલી કાલી વાતો, હસવું, બધું જ કેવું સરસ લાગે છે. પણ જ્યારે દિકરી રડે છે ત્યારે મા બાપ નો જીવ કપાઈ જાય છે.આમ ને આમ દીકરી ઓ મોટી થઈ જાય છે,કેહવાય છે દીકરીઓ ને મોટી થતા વાર નથી લાગતી અને આ સાચું છે.ક્યારે એ સ્કૂલ જવા લાગે છે તો કયારે એનું ભણવાનું પૂરું થઈ જાય છે એ ખબર જ નથી પડતી. એમ થાય છે કે હમણા તો હજી ધોડિયા માં સુતી હતી ને ક્યારે મોટી થઈ ગઈ ખબર નહી પડી.મા બાપ ને એની સાથે ની દરેક પળ ખુશી માં વીતાવી હોય છે,કાલે એને સાસરે જવાનું છે પછી આપણી સાથે એ રહી શકશે કે નહી. મા બાપ ને હમેશાં આ ઘડી ની ચિંતા થાતી હોઇ છે. એમને ખરેખર આ ઘડી એ ખુશ થવું કે દુઃખી થવું એ પણ નક્કી નથી કરી શકતા, એમના માટે દીકરી ના લગ્ન નો પ્રસંગ ખુશી નો તો છે જ પણ વિદાય ની વેળા થી હમેશાં મન ગભરાતું હોય છે. એમના માટે એ સ્વીકારવું અઘરું છે કે હવે એમની લાડલી આ ઘર માં નહી રહે.એના વગર એમનું ઘર સૂનું સૂનું થઈ જશે,જેને હમેશાં સાદ પાડી બોલવતા હવે કોને બોલાવશે.જેના હસવું , બોલવું રાત દિવસ સંભળાતું તે હવે થી કયાં થી સંભાળશે.જેના થી જ જીવન જોડાયલું છે એ જીવન હવે જીવવું અઘરું લાગશે.આમ દરેક વાતે એની યાદ સતાવશે.મા બાપ ને એમની દીકરીને પરણાવવા નો ઉત્સાહ પણ એટલો જ હોય છે અને સાથે પોતાની વાહલી દીકરીને વળાવવા નું દુઃખ પણ હોય છે.ખરેખરે દીકરી ની વિદાય વસમી હોઈ છે..

1 comment:

નીતા કોટેચા said...

સાવ સાચ્ચી વાત છે તો પછી આપણૅ એક કામ તો કરી શ્કીયે ને આપણા ઘરેદિકરી હોય ત્યા સુધી એને દુનીયા દેખાડી દઈયે બધા જ સુખ આપી દઇયે.
ી સંભારણા બસ છે આપણને જીવવા માટે