Wednesday, November 28, 2007

સંબંધ.

મને હમેશાં સંબંધ વિશે લખવાનું મન થતું હતું , કારણકે આપણે બધા એકબીજા સાથે કોઈ ને કોઈ સંબધથી જોડાયેલા છીએ. અને કોઈ પણ સંબંધ વગર તો જીવી જ નહીં શકાય.દરેક જગ્યા એ આપણે એક અલગ સંબધ સાથે જીવીએ છે, એકજ વ્યક્તિ દરેક સાથે અલગ સંબંધ ધરાવે છે. ઘણી વખત વિચાર આવે છે આપણે કેટલા સંબંધ ધરાવીએ છે, અને સાચુંજ કેહવાય છે કે સંબંધ જોડતા આપણે કેટલો સમય પસાર કરીએ છે પણ તોડતા એક પળનો પણ સમય નથી લાગતો. દરેક સંબંધને નિભાવવા માટે ત્યાગ અને પ્રેમની ભાવના હોયતો જ આપણે સંબંધ નિભાવી શકીએ છે,માબાપનો પોતાના બાળકો સાથે નો સંબધ, ભાઈ બહેનનો સંબધ, પતિપત્નીનો સંબંધ આવા કેટલા સંબંધ આપણે ધરાવીએ છીએ. આપણે જોઈતો દરેક સંબંધમાં બીજા માટે કંઈ કરવાની કે બીજાને આપવાની ભાવના જોઈએ તો જ સંબંધ નિભાવાય છે,જ્યાં સ્વાર્થ હોય ત્યાં કોઈ પણસંબંધ નથી ટકી શકતો . દરેક માબાપને જોઈએ તો પોતના બાળકો માટે કેટલું કરે છે, કેટલો ત્યાગ કરે છે. પણ કોઈ દિવસ એની કિંમત નથી માગતાં.એમ ને તો હમેશાં પોતાના બાળકોને દુનિયાની દરેક ખુશી આપવી હોય છે, પોતાના માટે કંઈ નહીં કરે પણ બાળકો માટે બધું જ કરે છે.પતિપત્નીમાં પણ એવું જ હોય છે, બંને એક બીજા માટે કઈ પણ કરવા તૈયાર હોય છે.કારણ આપણે જેને પ્રેમ કરતા એ એને દુઃખી નથી જોઈ શકતા. માટે હમેશાં બીજાની ખુશી વિચારી એ છે.ભાઈ બહેન માં પણ આવો જ પ્રેમ અને ત્યાગ હોય છે. આપણે હમેશાં જોયું છે કે આપણે કોઈ ડૉકટર પાસે દવા લેવા જઈએ તો જો ડૉકટર પ્રેમથી બે વાત પણ કરે તો આપણને સારું લાગે છે, એટલે ત્યાં પણ જો સારવાર પ્રેમથી કરવામાં આવેતો જલદી સારું થય જાય છે. ઘણી વખત કોઈ અજાણ્યા વ્યક્તિને પણ મળશું તો આપણને એના પ્રત્યે લાગણી થઈ જાઈ છે, કેમ ખબરછે આ આપણામાં રહેલી માણસાઈજ તો છે આને માણસાઈ નો સંબંધ જ કહેવાય. અને મિત્રતાનો સંબંધતો કંઈ અલગ જ છે,કોઈને મિત્ર જ નહી હોય એવું તમે સાંભળ્યું છે,નહી ને કારણ મિત્રો રાખવા બધાને ગમતું કોઈ છે. કોણ ક્યારે કયાં મિત્ર બની જાય છે ખબરજ નથી પડતી અને મિત્રતા માં તમે જોશો તો પ્રેમ અને ત્યાગની ભાવના જ હોઈ છે. અહીં મિત્રતાની વાત આવી તો મને એક વાત યાદ આવી ગઈ કૃષ્ણ અને સુદામા ની મિત્રતા યાદ આવી ગઈ. કેટલો પ્રેમ હતો બંને ને એક બીજા માટે આમ દરેક સંબંધ માં પ્રેમ, ત્યાગ અને સમજદારી હોઈ તો કોઈ તકલીફ જ નહી રહે. એમાં કોઈ હિસાબ નથી કરવા હોતો કે કોણે શું આપ્યું ને કોણે શું લીધું, કારણ દરેકને જીવવા માટે કોઈ ને કોઈ સંબધની જરૂર તો પડે જ છે કોઈ એકલું થોડું જીવી શકે છે? આમ પ્રેમ , ત્યાગ અને થોડી સમજદારી રાખીએ તો કોઈ પણ સંબંધ સહેલાયથી નિભાવી શકાય છે.

4 comments:

Ketan Shah said...

Good Article

A good relation does not depends on having how good Understanding, but it depends on how better avoiding Misunderstandings

નીતા કોટેચા said...

તુ મને યાદ રાખીશ કે નહી ખબર નથી , પણ હુ તને ભુલીશ નહી.
અને તુ મને પ્રેમ કરે કે ના કરે મને ફરક પડતો નથી પણ હુ
છેલ્લા શ્વાસ સુધી તને પ્રેમ કરીશ.

અરે સંબધ એવો નીભાવો કે આપણા નામ થી સંબધ ની
ઓણખાણ થાય.

બહુ સરસ પ્રીતી, ખુબ સુંદર લખ્યુ છે.

Unknown said...

khub j sundar lakhyu chhe preetiben... dil thi aatlu tyare j koi lakhi shake jyare darek sambandh ae pote dil thi nibhavta j hoy... abhinandan...keep it up...

Unknown said...

Neetaben,
''tu mane yaad rakhish k nahi....'' wel said... khubj khubaj saras....sache....dil ne sparshi gayu..!!!