Tuesday, November 13, 2007

આઘાત

અહીંયાં હું જયાર થી રેહવા આવી ત્યાર થી અમારા બાજુ ના ફલેટ માં એક પરીવાર ને જોતી હતી. એમને ત્યાં ચાર જણ હતા, અંકલ, આન્ટી અને એમની બે દિકરી ઓ એમ ચાર જણ હતા.ત્યારે એમનીદીકરીઓ ની ઉંમર લગભગ ૧૪ અને ૧૬ વર્ષ હતી, આજે પણ એ પરિવાર અહી જ રહે છે ફકત એમાં એક સભ્ય નથી, એ આન્ટી . શરૂઆત માં હું જોતી તો એ પરિવાર કોઈ ની સાથે ભળતું નહી,એમના ઘરે પણ કોઈ ની ખાસ અવર જવર દેખાતી નહી મને જોઈ ને નવાઈ લાગતી કે આમ કેમ,પણ આ વિશે કોઈ ને ખાસ કઈ ખબર ન હતી. હમેશાં બધા એમ જ કેહતા આ પરિવાર બધા થી અલગ જ છે,કોઈ તેહવાર હોઈ કે કંઈ પણ હોય એ પરિવાર કોઈ સાથે ભળતું જ નહી.મને બહુ નવાઈ લાગતી ,એ અંકલ એમની દિકરી ઓ ની બેનપણી ઓ ને પણ ઘરે આવવા ની રજા આપે નહી કોઈ સાથે કોઈ વ્યવહાર જ રાખે નહી , હું પણ આ બધું જોયા કરતી અને વિચારતી કે આવું કેમ કરે છે.પછી ખબર પડી કે એમની પત્ની બીમાર રહે છે થોડા થોડા દિવસે એમને હોસ્પિટલ માં દાખલ કરવા પડે છે,કોઈ ને ખબર નહતી કે એમને શું બીમારી હતી , આ સમયે પણ એમને કોઇ મળવા આવે તે એમને ગમતું નહી.અને એ લોકો ને કંઈ કહેતા પણ નહી આમ જ બધું લગભગ બે વર્ષ સુધી ચાલ્યું,પછી જ્યારે વધારે તબિયત ખરાબ થઈ ત્યારે એમને એક મહિના માટે હોસ્પિટલ માં દાખલ કર્યા,ત્યારે ખબર પડી કે એમને "કેન્સર" ની બીમારી છે.આ સાંભળી ને બહું આંચકો લાગ્યો એમની ઉંમર કંઈ વધારે ન હતી, મને તો જાત જાત ના વિચારો આવવા લાગ્યા કે હવે શું થશે ?પછી જાણવા મળ્યું કે એ અંકલે એમની પત્ની ને કહ્યુ જ ન હતું કે એમને કઈ છે અને એટલે જ એ કોઈ ને મળવા દેતા નહી ,એમને બીક હતી કોઈ એમને કહી દેશે તો કારણ માણસ બીમારી નું નામ સાંભળી ને જ અડધો મરવા પેહલા જ મરી જાય છે તેથી એ આવું કરતા.મને થયું એમને કેટલી ચિંતા છે એમની પત્ની ની પણ એમને ખબર પડી જ ગઈ કે એમને કેન્સર છે, એમની દિકરી ઓ નાની હતી એટલે એની જ રાતદિવસ એમને ચિંતા થતી રહેતી કે મારા ગયા પછી એમનું કોણ આ જ ચિંતા એમને છેલ્લે સુધી રહી.દરેક ને પોતાના બાળકો ની, પરિવાર ની ચિંતા તો થાઈ એ સ્વાભાવિક છે એમા એક સ્ત્રી ની તો જિંદગીજ એનું પરિવાર હોય છે મને તો આ બધું સાંભળી ને ,જોઈ ને આંખ માં પાણી આવી જતું કે હવે શું થશે ભલે એ આપણા કોઈ સ્વજન નથી પણ આપણી સામે રહેતા હોઈ ,જેને રોજ જોઈએ એના પ્રત્યે પણ લાગણી થી બંધાઈ જવાય છે .હવે ડૉકટરે કહી દિધું હતું કે અઠવાડિયા થી વધારે સમય નહી કાઢે આ સાંભળી ને પણ અંકલ અને એમની દિકરી ઓ આન્ટી સામે હમેશાં હસતા જ રેહતા જાણે કઈ થયું નથી, કેટલું અઘરું છે ને આ રીતે જીવવું ,એક દિવસ સવાર માં જ સમાચાર મળયા કે આન્ટી હવે નથી રહ્યા.હું તો આ બધું જોઇ જ નહી શકી મારા આંસું જ રોકાતા ન હતા, અંકલ ,દિકરી ઓ તો જાણે સૂનમૂન થઈ ગયા બધા ને ખબર તો હતી કે એક દિવસ આ થવાનું જ છે પણ એ વાત નો સ્વીકાર કરી શકતા નથી. મને આ બધું જોઈ ને બહું આઘાત લાગ્યો કે ભગવાને આમ કેમ કર્યું એને આ માસુમ બાળકી ઓ નો પણ વિચાર નહી આવ્યો હોય આ કેવો ન્યાય એનો સમજાતુ નથી આવું કેમ કર્યુ હશે,આ દિકરી ઓ ને માં વગર ની કરી દિધી શું વાંક હતો .કારણ માં તો એક ગુરુ, બેનપણી જે ગણો તે બધું માં છે માં ની ખોટ કોઈ પુરી કરી શકે નહી.આજે પણ જ્યારે આ પરિવાર ને જોઉં છું ત્યારે મને બહું દુઃખ થાઈ છે પણ આપણે શું કરી શકીએ,ભગવાન ની મરજી આગળ કોઈ નું કંઈ ચાલતું નથી.કાયમ હું ભગવાન ને એ જ પ્રાર્થના કરુ કે કોઈ બાળકો પાસે થી એમના માં બાપ નો આશરો નહી લઈ લેતા.

1 comment:

નીતા કોટેચા said...

માતા પિતા આપણે બહાર જઈયે ને ત્યારે જેટલા RS. આપેને એટ્લાં માં જ પુરુ કરવાનુ હહોય છે.
ીમ જ જેટલા શ્વાસ આપ્યા છે એ પતશે એટલે જાવાનુ જ છે.
ભગવાને આમ કેમ કર્યું
આ વાક્ય જિંદગી માં કદી ન બોલશો.
બાળક જન્મે ત્યારે આપણે કહીયે આપણે જન્મ આપીયો અને ગુજરી જાય તો સીધુ ભગવાન ને ખુની બનાવી નાખીયે છીયે.
આપણે ગુજરી જશુ ને તોય ૧૩ દીવસ માં બધા ભુલી જાશે.
દુનીયા અટક્તી નથી ક્યારેય પણ .

પ્રિતી તુ બહુ લાગણી શીલ છો.