Tuesday, October 30, 2007

સોદો...

સોદો કર્યો છે જીદંગી નો,

જીવવું તો પડશે જ.

કઠપુતળી બની છું ન,

માન્યે નમવું તો પડશે જ.

જગત છે એક રંગભૂમિ,

નાટક ખેલવું તો પડશે જ.

તારા બન્યા છે જગત માં,

ચમકી પળભર ખરવુ તો પડશે જ.

જન્મ લીધો છે આ ભૂમિ પર,

તો જીવન જીવવું તો પડશે જ.

3 comments:

Ketan Shah said...

તારા બન્યા છે જગત માં,

ચમકી પળભર ખરવુ તો પડશે જ.

બહુ જ સાચી વાત કરેલ છે.

કેતન

nilam doshi said...

નિરાશાવાદી વાત શા માટે ? જીવન જીવવા જેવું છે. માણવા જેવું છે. તારા બન્યા તો ખરવાના વિચારને બદલે ચમકવા મળ્યુ તેનો વિચાર ન થ ઇ શકે ?

શબ્દરચનાની દ્રષ્ટિએ સરસ..પરંતુ જીવન પ્રત્યેનો અભિગમ હકારાત્મક હોવો જોઇએ. એવું નથી લાગતુ ?
અનેક શુભેચ્છાઓ સાથે
નીલમ દોશી

નીતા કોટેચા said...

પ્રીતી આ પણ એક હકિકત છે..

ગમ્યુ.