Friday, November 2, 2007

મારું ઘર..

સ્વપન મારું એક એવા ઘર નું,

જે હશે મારા પ્રેમ ની ઈમારત

ઈંટ પેહલી મુકિશ મારા પ્રીત ની,

લાગણીથીકરીશ એનું ચણતર.

એ ઘર મારું હશે...

જ્યાં સ્વાગત કરતી મધુમાલતી ,

મધુંર મુસ્કુરતાંદરવાજા ઘર ના ,

સ્વપન મારું એક એવા ઘર નું,

જ્યાં હશે અવાજ મારી ધડકન નો.

થશે રણકાર મારી પાયલ નો,

એ ઘર મારું હશે...

જ્યાં રોજ મળશે સુર મીલન ના,

સાથે મળી રચીશું પ્રેમગીત નું સંગીત.

સ્વપન મારું એક એવા ઘર નું,

જયાં હશે હિંડોળા મારા હેત ના.

ઝુલીશું રોજ અમે સાજન સજની,

એ ઘર મારું હશે.....

3 comments:

Anonymous said...

ખૂબ સુંદર.. સુંદર ભાવની સુંદર વાચા..

નીતા કોટેચા said...

પ્રીતી અમને કયારે આપો છો એ ઘર માં જમવાનુ આમંત્રણ
આટલા સુંદર ઘર માં તો અમને પણ આવવાની ઇછ્છા થાય
હ કે?

પુષ્ટિ માર્ગ said...

good thinking...4 house..