Monday, February 4, 2008

સુંદર સૃષ્ટિ...

આ સુંદર સૃષ્ટિની સર્જનહાર છે કુદરત,
મનમોહિ લેતી આ રળીયામણી સૃષ્ટિ.

ચારેબાજુ ઉંચા પહડોને વહેતાં ઝરણાઓ,
ખળખળ વહેતી નદીઓ ને ઘુઘવતો સાગર.

મીઠોમધુર કલરવ કરતા આ પક્ષીઓ,
ને મંદમંદ ગતિ એ લહેરાતો પવન.

આ કડકડતો તાપ ને ગુલાબી ઠંડી,
અને વરસતાવરસાદ ની આ મઝા.

મન થાય માણ્યા કરું કુદરત ,
તારી આ કરામત ને....

1 comment:

  1. ચારેબાજુ ઉંચા પહડોને વહેતાં ઝરણાઓ,
    ખળખળ વહેતી નદીઓ

    તમારી રચના વાંચીને મનાલીનુ પ્રાકૃતિક સૌંદર્ય યાદ આવી ગયુ.

    હવે ખરેખર આ શોપિંગ મોલ અને મલ્ટીપ્લેક્શ થી દૂર જ ફરવા જવાનુ ગમે છે.

    મન થાય માણ્યા કરું કુદરત

    ReplyDelete