મૈત્રીભાવનું પવિત્ર ઝરણું,
મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ સકળ વિશ્વનું
એવી ભાવના નિત્ય રહે ... મૈત્રીભાવનું
ગુણથી ભરેલા ગુણીજનને દેખી,
હૈયું મારું નૃત્ય કરે,
એ સંતોના ચરણકમળમાં,
મુજ જીવનનું અર્ઘ્ય રહે ... મૈત્રીભાવનું
દીન ક્રુર ને ધર્મવિહિનો,
દેખી દિલમાં દર્દ વહે,
કરૂણાભીની આંખોમાંથી
અશ્રુનો શુભ સ્ત્રોત વહે ... મૈત્રીભાવનું
માર્ગ ભૂલેલાં જીવન પથિકને,
માર્ગ ચીંધવા ઊભો રહું,
કરે ઊપેક્ષા એ મારગની,
તોય સમતા ચિત્ત ધરું ... મૈત્રીભાવનું
ચિત્ર ભાનુની અપેક્ષા હૈયે,
સૌ માનવ લાવે,
વેરઝેરના પાપ તજીને,
મંગળ ગીતો એ ગાવે ... મૈત્રીભાવનું
પ્રાર્થના..
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું,
ReplyDeleteમુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ સકળ વિશ્વનું
એવી ભાવના નિત્ય રહે ...
મૈત્રીને પવિત્ર અને શુધ્ધ દર્શાવતી બહુ જ સરસ પ્રાથના છે.
Ketan
1 of my fvrt song...good one..
ReplyDelete